જહાન્વી કપૂરનું સાઉથ ઇન્ડિયન વેબ સીરિઝમાં પદાર્પણ
સ્વ. અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા
બોની કપૂરની પુત્રી જહાન્વી કપૂર હવે ધીરે ધીરે સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહી છે. તેલુગુ ફિલ્મોમાં તેને હિન્દી કરતાં પણ વધુ ફી મળતી હોવાની ચર્ચા વચ્ચે, હવે તે તમિલ વેબ સીરિઝમાં પદાર્પણ કરવા જઈ રહી છે.