ખુંખાર ડ્રગ્સ માફિયા અલ મેન્ચોના એકાઉન્ટર પછી મેક્સિકોમાં વ્યાપક હિંસા
મેક્સિકોમાં રવિવારે એક મિલિટરી ઓપરેશનમાં અલ મેન્ચો તરીકે ઓળખાતા કુખ્યાત ડ્રગ માફિયા નેમેસિયો ઓસેગુએરાને ઠાર કરાયાના થોડા કલાકમાં દેશભરમાં વ્યાપક
હિંસા ફાટી નીકળી હતી. આ ડ્રગ્સ માફિયાના સમર્થકો ગણાતા બંદૂકધારીઓએ અનેક રાજ્યોમાં હાઇવે બ્લોક કરી દીધા હતાં તથા કાર અને દુકાનોને આગ ચાંપી દીધી હતી. અડધા ડઝનથી વધુ રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. અમેરિકા, કેનેડા, ભારત સહિતના દેશોએ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી.